Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅન્ય જિલ્લામાંથી દર્દીઓને જામનગર નહીં લાવવા કલેકટરની અપીલ

અન્ય જિલ્લામાંથી દર્દીઓને જામનગર નહીં લાવવા કલેકટરની અપીલ

દર 3-5 મિનિટે રાજકોટ મોરબીથી એક એમ્બ્યુલન્સ આવી રહી છે: નવી સુવિધા ઉભી કરતાં હજૂ ચાર દિવસ લાગશે

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જી.જી.હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી રહ્યા નથી. છેલ્લાં બે દિવસથી જી.જી.હોસ્પિટલની બહાર કોરોના દર્દીઓને લઇને આવેલી એમ્બ્યુલન્સની કતાર લાગેલી જોવા મળી રહી છે. આજે જી.જી.હોસ્પિટલમાં 60 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પ્રતિક્ષામાં ઉભી હોય જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ગંભીર ચેતવણી આપવામાં આવી છે. હાલ એકપણ બેડ ઉપલબ્ધ ન હોય સુવિધાઓ મળવા માટે હજૂ ઓછામાં ઓછા 04 દિવસ જેટલો સમય લાગશે. અન્ય જિલ્લાઓમાંથી આવતાં દર્દીઓનું ભારણ પણ વધી રહ્યું છે. આથી અન્ય જિલ્લાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં સારવાર લેવાં માટે પણ અપીલ કરવામાં આવી છે. દર 3-5 મિનિટે રાજકોટ અને મોરબીથી એક એમ્બ્યુલન્સ આવી રહી છે. આથી જી.જી.હોસ્પિટલમાં ભારણ વધી રહ્યું છે.

- Advertisement -

જામનગરમાં કોરોનાની બીજી લહેરની ભયંકર અસર જોવા મળી રહી છે. છેલ્લાં થોડાં દિવસોથી જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ખૂબ વધારો થયો છે. હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓ આવી રહ્યા છે. જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વિકરાર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કોરોના કેસનો આંક રેકોર્ડ સર્જી રહ્યો છે. આજે જામનગર જિલ્લામાં 379 કેસ સામે આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં જામનગર ઉપરાંત રાજકોટ મોરબીથી પણ દર્દીઓ મોટાં પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ગંભીર ચેતવણી આપતાં લોકોને સાવચેતી દાખવવા અપીલ કરી છે.

આ ઉપરાંત જિલ્લા કલેકટરએ જણાવ્યું છે કે, જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ 1232 દર્દીઓની ક્ષમતા સામે 2000 દર્દીઓ આવ્યા છે. આ આંકડો જ જી.જી.હોસ્પિટલની પરિસ્થિતિને ચિત્તાર આપી રહ્યો છે. ગઇકાલથી જ જી.જી.હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની કતાર લાગેલી જોવા મળી રહી છે. આજે 60 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર પ્રતિક્ષામાં છે. જામનગર ઉપરાંત રાજકોટ અને મોરબીથી દર્દીઓ મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. દર 3-5 મિનિટે એક એમ્બ્યુલન્સ રાજકોટ અને મોરબીથી આવી રહી છે. તંત્ર દ્વારા વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા પ્રયાસ કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેને પણ હજૂ ઓછામાં ઓછા 04 દિવસ લાગી શકશે. આથી જિલ્લા કલેકટર દ્વારા અન્ય જિલ્લાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે જવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -

જિલ્લા કલેકટરની આ અપીલ એક ગંભીર ચેતવણી સમાન છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વિસ્ફોટક રૂપ ધારણ કરી રહ્યું છે. શહેરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઇ ચૂકી છે. હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. હોસ્પિટલના તબીબો એકાદ અઠવાડિયાથી રજા પર પણ ગયા નથી. આમ, હાલમાં જી.જી.હોસ્પિટલની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. કોરોનાનું સંક્રમણ વધતાં સ્મશાનો અને હોસ્પિટલોમાં પણ જગ્યા રહી નથી. ત્યારે હવે લોકોએ જ સાવચેતી દાખવવી જરૂરી બની છે. કોરોના ના તાંડવ સામે રક્ષણ મેળવવા લોકોએ સ્વયંમભૂ જ શિસ્ત દાખવવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular