જામનગરની અગ્રણી સહકારી બેંક ધી કોમર્શિયલ કો.ઓ. બેંક લિ.ના આગામી અઢી વર્ષ માટે યોજાયેલ હોદ્દેદારોની વરણી પ્રક્રિયામાં ચેરમેન તરીકે જાણીતા વેપારી અગ્રણી ઉદ્યોગપતિ અને ક્રિએટીવ મેનેજમેન્ટ સર્વિસના પ્રમુખ ડો. બિપિનચંદ્ર વાધર તથા વાઇસ ચેરમેન તરીકે જાણીતા વેપારી અગ્રણી અને ઓઇલ મિલર કેતનભાઇ માટલીયા, મેનેજિંગ ડાયરેકટર તરીકે વેપારી અગ્રણી પ્રવિણચંદ્ર ચોટાઇ, જો. મેનેજિંગ ડાયરેકટર તરીકે વેપારી અગ્રણી મહેશભાઇ રામાણીની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.