જામનગરમાં દરિયાકિનારાના એટલે કે કીચડિયા પક્ષીઓની ગણતરીના ત્રિ-દિવસીય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે વિવિધ મહાનુભાવોના વકતવ્ય યોજાયા હતાં.
દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુુરી જામનગર ખાતે ત્રિ-દિવસીય દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી-સેન્સસ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કીચડિયા પક્ષીઓ તેમજ દરિયાકિનારાના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે વન અને વન્ય જીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યોનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને તેમને દરિયાકિનારાના એટલે કે કીચડિયા પક્ષીઓ અંગે વકતવ્ય આપ્યું હતું.