Saturday, December 21, 2024
Homeરાજ્યસીએમ વિજય રૂપાણી આવ્યા રાજકોટની મદદે, ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવા ગ્રાન્ટ ફાળવી

સીએમ વિજય રૂપાણી આવ્યા રાજકોટની મદદે, ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવા ગ્રાન્ટ ફાળવી

- Advertisement -

સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં રાજકોટ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ રાજકોટની PDU હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રુપાણી દ્રારા આ સહાય આપવામાં આવી છે. સીએમ રૂપાણી આ પ્લાન્ટ બનાવવા પોતાની MLAની ગ્રાન્ટ માંથી આ મદદ કરશે. જેનાથી અનેક રાજકોટવાસીઓને મોટી મદદ મળી રહેશે. અને ઓક્સિજનની તંગીનો સામનો નહી કરવો પડે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કાળમાં પોતાનો સેવા સમર્પિત ભાવ દર્શાવ્યો છે. તેમને ધારાસભ્ય તરીકે તેઓને મળતા વિકાસ કામોના રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટની રકમ સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવા રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી છે.

 મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કરેલો છે.એટલુંજ નહીં, જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઇ પણ કરેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular