Sunday, December 29, 2024
Homeરાજ્યઆવતીકાલે રાજયના મુખ્યમંત્રીનું દેવભૂમી દ્વારકામાં આગમન થશે

આવતીકાલે રાજયના મુખ્યમંત્રીનું દેવભૂમી દ્વારકામાં આગમન થશે

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો દ્વારકા કાર્યક્રમ રદ: મુખ્યમંત્રી બુધવારે દ્વારકામાં રાત્રી રોકાણ કરશે

- Advertisement -

રાજયના મુખ્યમંત્રી આવતીકાલે બે દિવસ દેવભૂમી દ્વારકાની મુલકાતે આવનાર છે અને તેમના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે મુખ્યમંત્રીની સાથે આવનાર કેન્દ્રીય મંત્રીનો દ્વારકા કાર્યક્રમ કોઇ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

દેવભુમી દ્વારકા જિલ્લામાં વિકાસના કાર્યોના નિરિક્ષણ માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલથી બે દિવસની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ આવવાના હતાં. પરંતુ કેન્દ્રીય મંત્રીનો દ્વારકાનો કાર્યક્રમ કોઇ કારણસર રદ કરવામાં આવ્યો છે. જેથી હવે દ્વારકામાં માત્ર મુખ્યમંત્રી વિકાસ કાર્યોનું નિરિક્ષણ કરશે. મુખ્યમંત્રીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસવડાના નેજા હેઠળ 6 ડિવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેકટર, 42 પોલીસ સબ ઇન્સ્પેકટર અને હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો સહિત 872 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીના આગમન પૂર્વે આજે સાંજે પોલીસ દ્વારા રિયસલ પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બુધવારે 21 જુલાઇ સાંજના 4:20 કલાકે દ્વારકા એરફિલ્ડ ઉપર આગમન થશે અને ત્યાંથી તેઓ શિવરાજપુર બીચ પર જવા રવાના થશે. જયાં શિવરાજપૂર બીચ ઉપર મુલાકાત લઇ વિકાસકાર્યોનું નિરિક્ષણ કરી બાયરોડ દ્વારકા પરત આવશે અને સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે ગુરૂવારે સવારે 8:30 કલાકે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ 9:50 એ દ્વારકાથી જામનગર આવવા રવાના થશે અને ત્યારબાદ ગાંધીનગર જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular