કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને જેના કારણે અનેક ગામડાઓમાં જોરદાર પવન સાથે મેઘો વરસ્યો હતો.
કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બદલાયેલા વાતાવરણને કારણે જોરદાર પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ વરસાદ એક કલાક સુધી કાલાવડ તાલુકાના કાલમેધડા,ખરેડી,માખાકરોડ,ગુંદા વગેરે અનેક ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. હાલના સમયમાં પડેલા વરસાદને કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે તલ, ડુંગળી, મગફળી, જેવી મુલાદોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. પંથકમાં પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.