જામનગમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોનાથી બચવા માટેનો ઉપાય સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું જ છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગના કેસ કરી રહી છે. ત્યારે આજરોજ પોલીસ દ્વારા ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ચેકિંગ દરમ્યાન વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પોલિસ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતાં પીએસઆઇ તથા સ્ટાફ દોડી ગયા હતા.