Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરના રસ્તાની બાબતે બે પરિવાર વચ્ચે સામસામા હુમલા

જામનગર શહેરના રસ્તાની બાબતે બે પરિવાર વચ્ચે સામસામા હુમલા

લોખંડના પાવડા અને લાકડી વડે માર માર્યો : હુમલામાં ત્રણ વ્યક્તિ ઘવાયા : પોલીસ દ્વારા બન્નેની ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના અશોકસમ્રાટનગર વિસ્તારમાં ફળિયાનો રસ્તો બંધ કરવા બાબતે સમજાવવા ગયેલા વૃધ્ધ ઉપર ચાર શખ્સોએ પાવડા અને પત્થરના ઘા મારી હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે બે શખ્સોએ યુવાન ઉપર પાવડાથી માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અશોકસમ્રાટનગર વિસ્તારમાં રહેતા સામજીભાઈ પરમાર નામના વૃધ્ધ તેના ઘરની પાછળના ફળિયાનો રસ્તો બંધ કરી દીધો હતો. જેથી સોમવારે સવારના સમયે સમજાવવા ગયા હતાં ત્યારે પાડોશી અશોક, લખમણભાઈ, મહેશ અને મહિલા સહિત ચાર શખ્સોએ પાવડા અને લાકડી તથા પત્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃધ્ધને ઈજા પહોંચી હતી. વૃધ્ધ ઉપર હુમલો કરાતા સામજીભાઈ તથા સંજય નાથા પરમાર નામના બન્ને શખ્સોએ વળતો હુમલો કર્યો હતો અને આ હુમલામાં અશોક લખમણ ધારવિયા અને તેમની બહેન ઉપર પાવડા વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બન્ને પરિવાર દ્વારા કરાયેલા સામસામા હુમલામાં ત્રણથી વધુ વ્યકિતઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની જાણ થતા પીએસઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ સામજીભાઈ પરમારના નિવેદનના આધારે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકી તેમજ સામાપક્ષે અશોક ધારવિયાના નિવેદનના આધારે સામજીભાઈ અને સંજય નાથા પરમાર વિરૂધ્ધ હુમલો અને ધમકીની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular