તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેને જામનગર શહેર ભાજપે આવકારી પ્રજાલક્ષી-સામાન્ય લોકોને ફાયદાકારક ગણાવ્યું છે.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનએ તા. 1 ફબ્રુઆરીએ બજેટ રજુ કર્યું હતું. દેશનું ત્રીજું પેપરલેસ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય બજેટ સાથે જ રેલવેના બજેટનો પણ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ભારત દેશમાં 2014માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારનું ગઠન થયું હતું. જી.એસ.ટી, નોટબંધી, 370ની કલાક હટાવી સહીતના અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં અને દેશને વધુને વધુ આર્થિક રીતે મજબૂત બનાવવાનું કામ ભાજપ સરકાર, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કરી રહી છે. તા. 1 ફેબ્રુઆરી 2023 નાણામંત્રી નિર્મલા સીતારામનએ સામાન્ય વ્યક્તિ, માધ્યમ વર્ગને રાહત પ્રદાન કરનાર બજેટ રજુ કર્યું છે.
જેમાં મુખ્યત્વે રૂ. 7 લાખની અવાક સુધી આવકવેરો ભરવો પડશે નહિ, જે મધ્યમ વર્ગ માટે મોટા રાહતના સમાચાર ગણાય, આવકવેરાનો નવો સ્લેબ મધ્યમવર્ગ માટે સહાયરૂપ, પછાત વર્ગ, મહિલાઓ એન્ડ દિવ્યાંગને વિવિધ સહાયની જાહેરાત, 2014માં સ્થપાયેલ 157 મેડિકલ કોલેજો સાથે 157 નર્સીંગ કોલેજો પણ સ્થાપવામાં આવશે, આ બજેટમાં આવતા વર્ષની બ્લુપ્રિન્ટ છે, ભૂગર્ભ ગટરમાં સફાઈ કામદારોને ઉતારવું ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે, સંરક્ષણ ખર્ચ માટે 5.94 લાખ કરોડની જાહેરાત કરી, અતિયાર સુધીમાં સહુથી વધુ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે, રેલવે માટે 2.4 લાખ કરોડના ખર્ચની ફાળવણી, રેલવેના નવા ફંડ માટે 75 હજાર કરોડના નાણાંની જોગવાઈ, પી.એમ. આવાસ યોજના માટે 79 હજાર કરોડના ફંડની જોગવાઈ, પાન કાર્ડની આઈ.કાર્ડ તરીકે માન્યતા મળશે, દેશમાં 50 નવા એરપોર્ટ્સ બનવવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારામનએ પ્રજાલક્ષી અને ખાસ માધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખી બજેટ રજૂ કર્યું હતું. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટું, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખો, શહેરસંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિ, પેઇજ પ્રમુખો દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું હતું.


