Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારપિતાના ઠપકાનું લાગી આવતા ચોખંડાની યુવતીનો આપઘાત

પિતાના ઠપકાનું લાગી આવતા ચોખંડાની યુવતીનો આપઘાત

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમમાં રહેતા જેસાભાઈ કરણાભાઈ ગોજીયાની 22 વર્ષની પુત્રી નીતુબેનને જેસાભાઈએ મોબાઈલ જોવા બાબતે ઠપકો આપતા આ બાબતે નીતુબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે ગત તારીખ 7 ના રોજ એસિડ ગટગટાવી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ હતું.

- Advertisement -

આ બનાવની જાણ મૃતકના પિતા જેસાભાઈ કરણાભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular