Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયબંગાળની ખાડી-હિંદ મહાસાગર સુધી પહોંચી ચીનની સડક અને ટ્રેન !

બંગાળની ખાડી-હિંદ મહાસાગર સુધી પહોંચી ચીનની સડક અને ટ્રેન !

- Advertisement -

લદ્દાખમાં સતત આડોડાઈ કરી રહેલાં ચીને પોતાની સ્ટ્રિંગ ઓફ પર્લ નીતિ હેઠળ ભારતની ચારેતરફથી ઘેરાબંધી શરૂ કરી દીધી છે. જેમાં ચીને પહેલી વખત ભારતના પ્રભાવ ક્ષેત્ર કહેવાતા હિંદ મહાસાગર સુધી પોતાની પહેલી ટ્રેન દોડાવી છે જે સડક માર્ગ સાથે જોડાયેલી છે. નવી રેલવે લાઇન મારફતે સામાન લઈને ટ્રેન મ્યાંમાર સરહદેથી પશ્ચિમ ચીનના ચેંગદૂ વ્યાવસાયિક કેન્દ્ર રવાના થઈ છે. આ રોડ રેલલાઇનની મદદથી ચીનની પહોંચ હવે સીધી બંગાળની ખાડી સુધીની થઈ છે.

ચીનની સરકારની ન્યુઝ સેવા અનુસાર પ્રયોગનાં ધોરણે સામાનને ચાઇના-મ્યાંમાર ન્યુ પેસેજ મારફતે 27 ઓગસ્ટના રોજ ચેંગદુ રેલવે પોર્ટ લઈ જવામાં આવ્યો હતો. આ ટ્રાંસપોર્ટ કોરિડોરમાં સમુદ્રી-રોડ રેલ લિંક સામેલ છે. સિંગાપુરથી ચીનનો સામાન આંદામાન સાગર થઈને માલવાહક જહાજ મારફતે મ્યાંમારના યંગુન બંધ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સામાને સડકનાં માધ્યમથી મ્યાંમાર ચીન સરહદે યુનાના પ્રાંત માટે લિંકાગ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ સામાનને લિકાંગથી રેલવે મારફતે ચેંગદુ લઈ જવામાં આવ્યો હતો. આ રીતે હવે ચીન સિંગાપુરથી મ્યાંમારના રસ્તે પણ જોડાઈ ગયું છે. ચીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હિંદ મહાસાગરથી દક્ષિણ પશ્ચિમી ચીનને કનેક્ટ કરવાનો સૌથી સરળ રસ્તો છે. ચીને કહ્યું છે કે આ રસ્તાનો ઉપયોગ કરવાથી યાત્રામાં 20-22 દિવસ ઓછા થાય છે. ચીનની મ્યાંમારના અશાંત રખાઈન પ્રાંતમાં વધુ એક બંદર બનાવવાની પણ યોજના છે.
વિસ્તારવાદી ચીન ધરતી સાથે હવે અવકાશમાં પણ કબ્જો કરવાની કોશિશ કરી રહ્યું છે, ડ્રેગન અવકાશમાં એક શહેર ઊભું કરવાની કવાયત કરી રહ્યું હોવાના વાવડ છે. નેશનલ નેચરલ સાયન્સ ફાઉન્ડેશન ઓફ ચાઇના તરફથી પાંચ વરસની યોજનાની ઘોષણા સાથે સંશોધકોને ટેકનોલોજી, ટેકનિક વિકસિત કરવા માટે નિર્દેશ અપાયો છે.
રોકેટથી અવકાશમાં પહોંચાડી શકાય તે માટે હલકાં વજનવાળી ચીજોનો ઉપયોગ કરાશે. ચીન દ્વારા નિર્માણ પામનારા મેગા સ્ટ્રક્ચરમાં સૌરઊર્જા પ્લાન્ટ, ટૂરિસ્ટ કોમ્પ્લેક્સ, ગેસ સ્ટેશન જેવી સુવિધાઓ હશે. વૈજ્ઞાનિકોને પૃથ્વીની કક્ષામાં ચીજો મૂકીને નિયમન કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીની જરૂર પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular