Monday, December 23, 2024
Homeરાજ્યહાલારલોકોનો એક જ સૂર, ચિમનભાઇ શાપરીયા ‘તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ...

લોકોનો એક જ સૂર, ચિમનભાઇ શાપરીયા ‘તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’

જામજોધપુરમાં ભુવાઆતા જેઠાઆતાના આશિર્વાદ મેળવી, તાલુકાના સતાપર ગામ તેમજ વાંસજાળિયા ગામની મુલાકાત લઇને લોકસંપર્ક માટે નિકળેલા ચિમનભાઇને મળ્યો પ્રજાનો બહોળો પ્રતિસાદ

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણીનો પર્વ આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. પ્રથમ તબક્કો તા. 1 ડિસેમ્બર તેમજ બીજો તબક્કો તા. 5 ડિસેમ્બરના છે. સમગ્ર વિશ્ર્વની નજર હાલ ગુજરાતની ચૂંટણી પર છે. ભારતને વિશ્ર્વગુરૂ બનાવવા માટે મોદીને સાથ-સહકાર આપી ગુજરાતમાં ભાજપ સરકાર બનાવવા માટે સમગ્ર કાર્યકર્તાઓ અત્યારે તન-તોડ મહેનત કરી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં હાલારની સાત બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે સાતેય બેઠકના ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર શરુ કરી દીધો છે.

- Advertisement -

વિધાનસભા-2022ની 80-જામજોધપુરની સીટ પર ચિમનભાઇ ધરમશીભાઇ શાપરીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચિમનભાઇ કે, જેઓ કડવા પટેલ સમાજમાંથી આવતા અને સમાજ સાથે જોડાયેલ છે. જેઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે ખેતી અને સ્ટોન ક્રશર સાથે સંકળાયેલા છે. તેઓ અગાઉ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી તેમજ માર્કેટ યાર્ડના ચેરમેનની જવાબદારી નિભાવી ચૂકયા છે. જ્યારે આપણે જોઇએ છીએ કે, લોકોમાં અત્યારે એક જ ચર્ચા થઇ રહી છે. કમળ ખિલશે, ગુજરાત જીતશે, જીતશે જામજોધપુરમાં ચિમનભાઇના નારા સાથે લોકોનો ખૂબ પ્રેમ-સહકાર મળી રહ્યો છે.

ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય, ત્યારે લોક સંપર્ક તેમજ પ્રજા સુધી પહોંચવા ચિમનભાઇ દ્વારા સંમેલનો અને સભાના આયોજનો શરુ થઇ ગયા છે. ત્યારે જામજોધપુરના પાળેશ્ર્વર મુકામે પૂ. ભુવાઆતા જેઠાઆતા તથા ભુવાઆતા નારણઆતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં તેઓએ હાજરી આપી અને પૂ. ભુવાઆતા જેઠાઆતાના આર્શિવાદ મેળવીને વિજયકૂચ તરફ આગળ વધ્યા હતાં. આ તકે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કરાયું હતું. લોકોના વિશ્ર્વાસ પર ખરા ઉતરીને લોકો માટે લોકો સાથે રહીને કામ કરવાની તેમને પણ તૈયારીઓ બતાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો, હોદ્ેદારો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો અને માલધારી સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

તેઓએ જનસંપર્ક માટે જામજોધપુર તાલુકાના સતાપર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગ્રામજનોએ તો ચિમનભાઇને ‘કહો દિલસે ચિમનભાઇ શાપરીયા ફિરશે’ના નાદ સાથે વધાવી લીધા હતાં. જામજોધપુર-લાલપુર છે. મક્કમ ચિમનશાઇ સાથે અડીખમ જેવા વિજય સંકલ્પો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચિમનભાઇએ લોકોના પ્રતિસાદ અને વ્હાલને ઝિલતા તેમને પોતાનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપી ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું. આ તકે જિલ્લાના હોદ્ેદારો, આગેવાનો, સરપંચ, વડીલો, ભાઇઓ-બહેનો, કાર્યકર્તાઓ, અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. લોકોના તેમની પ્રત્યેના પ્રેમ, આદર અને સહકાર બદલ ચિમનભાઇએ ગ્રામજનોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

- Advertisement -

તેઓએ લોકસંપર્ક અર્થે છેવાળાના માનવી સુધી પહોંચીને તેમના પ્રશ્ર્નોને વાંચા આપી તેમની સમસ્યાઓના નિરાકરણનો જ્યારે સંકલ્પ લીધો હોય. ત્યારે તેઓએ જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામની મુલાકાતે ગયા હતાં. જ્યાં ગ્રામજનો દ્વારા શરણાઇના સૂરે અને ઢોલના તાલે, બળદ ગાડાઓ સાથે તેમનું ભવ્યાતિ-ભવ્ય સ્વાગત કરાયું હતું. તથા ગ્રામજનો સાથે તેમને બેઠક યોજીને દરેકને પોતાના કિંમતી મત પાર્ટીને આપી વિજય બનાવવા આહવાહન કર્યું હતું અને લોકોએ પણ કમળ પર પોતાની પસંદગી દર્શાવીને ચિમનભાઇને અદ્ભૂત સમર્થન આપ્યું હતું. લોકો દ્વારા મળેલા પ્રતિસાદને સાર્થક કરતાં ચિમનભાઇએ જિલ્લાના હોદ્ેદારો, આગેવાનો, સરપંચ, વડીલ ભાઇઓ-બહેનો તેમજ સમગ્ર ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

લોકસંપર્ક માટે નિકળેલા ચિમનભાઇને જામજોધપુરવાસીઓએ વધાવી લીધા હતાં. ગ્રામજનો દ્વારા મળેલા બહોળા પ્રતિસાદ સાથે ચિમનભાઇએ આ વિજય સંકલ્પ સાથે આ યાત્રાને આગળ વધાવી હતી. નરેન્દ્રભાઇ મોદીના ભારતને વિશ્ર્વગુરુ બનાવવાના સપનાઓને સાકાર કરવા અને ગુજરાતમાં ભરોસાની ભાજપ સરકારને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે પ્રજા તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રચંડ જનસમર્થન અને લોકોના આર્શિવાદ સાથે ચિમનભાઇ શાપરીયા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular