જામનગર શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલા બાલભવનમાં રહેતાં તરૂણ શનિવારે સાંજના સમયે કયાંક ચાલ્યો જતા પોલીસે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભ હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલા આણંદાબાવા આશ્રમ સંચાલિત બાલભવનમાં રહેતા મિલન વાલજીભાઈ ગાજરોતર નામનો 15 વર્ષનો તરૂણ શનિવારે સાંજના સમયે બાલભવનમાંથી લાપતા થઈ ગયો હતો. આ અંગે બાલભવનના ગૃહપતિ હરીભાઈ પટેલ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ બી.બી. કોડીયાતર તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી લાપતા થયેલા મિલન નામના તરૂણની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.