જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં પાણાખાણ શેરી નં.10 માં રહેતાં શ્રમિક યુવાનનો 10 વર્ષનો પુત્ર અગાસી પર એકલો રમતો હતો ત્યારે ઈલેકટ્રીક શોક લાગતા દાઝી જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, બિહારના ભાંગલપુર જિલ્લાના ઈંગ્લીશ ગામનો વતની રામજીભાઈ હળદરભાઈ રાય નામના મજૂરી કામ કરતા યુવાનનો 10 વર્ષનો પુત્ર મનિષ રાય નામનો બાળક રવિવારે સવારે 7 વાગ્યાના અરસામાં પાણાખાણ શેરી નં.10 માં તેના ઘરની અગાસી પર એકલો રમતો હતો તે દરમિયાન મનિષને ઈલેકટ્રીક લાગતા દાઝી ગયો હતો. ત્યારબાદ દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે મનિષના પિતાના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.