આજરોજ મુખ્યમંત્રીના હસ્તે જામનગરમાં ખેડૂત સંમેલન તથા વિવિધ વિકાસકામોના લોકાર્પણ ખાતમુર્હુતનું આયોજન કરાયું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે મુખ્યમંત્રીનું વિમાન ટેકઓફ માટે મંજુરી ન મળતા તેઓનો જામનગર આગમનનો કાર્યક્રમ રદ થયો હતો. તેમણે ગાંધીનગરથી વર્ચ્યુલી જોડાઇ કાર્યક્રમો પુર્ણ કર્યા હતાં.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજરોજ જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમોના આયોજનમાં અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે.
ખરાબ હવામાનને પરિણામે મુખ્યમંત્રીનું વિમાન ગાંધીનગરથી ટેક-ઓફ કરી શકે તેમ ન હોવાથી અને જામનગર ખાતે સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન જણાતા મુખ્યમંત્રી પ્રત્યક્ષ રીતે જામનગર ખાતે ઉપસ્થિત રહી શકશે નહીં. જોકે, જામનગરના વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રી ગાંધીનગરથી જ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. હાપા એપીએમસી તથા ટાઉનહોલના બંને કાર્યક્રમો નિયત સમય મુજબ જ યોજાશે.
મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને જામનગરવાસીઓને સંબોધિત કરશે અને વિકાસકાર્યોની ભેટ આપશે. વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની અન્ય વ્યવસ્થાઓ પૂર્વવત્ રાખવામાં આવી છે


