Thursday, January 29, 2026
Homeરાજ્યજામનગરજામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું સ્વાગત

જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું સ્વાગત

રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી અને ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા

જામનગર તા.29 જાન્યુઆરી, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

મુખ્યમંત્રીશ્રીનું વિમાન ઉતરાણ થયા બાદ રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલાએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, અગ્રણી આગેવાન સર્વશ્રી બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી, શ્રી કેતન નાખવા, શ્રી વિજયસિંહ જેઠવા અને શ્રી આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને જામનગરની ધરા પર આવકાર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular