જામનગરમાં સિંધી સમાજ દ્વારા આજરોજ ચેટીચાંદની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરવર્ષે શહેરમાં તિનબત્તી નજીક આવેલ ઝુલેલાલ મંદિરે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સાદગીપૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેટીચાંદ નિમિત્તે ભાવિકજનો માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા અન્ય મોટા આયોજનો રદ્ કરવામાં આવ્યા હતાં અને જામનગર સહિત સમગ્ર વિશ્ર્વને કોરોનાની મહામારીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી હતી.