લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જામનગર જિલ્લા પોલીસમાં સતર્કતા જોવા મળી છે. જામનગર જિલ્લામાં અલગ-અલગ જગ્યા પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. જ્યાંથી પસાર થતાં તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો કારની ડેકી ખોલીને તમામ વસ્તુઓનુ પણ ચેકિંગ કરાઇ રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જાહેર કરાયેલ જાહેરનામા અંતર્ગત જામનગર જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા અને ગ્રામ્ય વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા ની સુચના થી જામનગર જિલ્લામાં જામનગર-લાલપુર ચોકડી, મહાપ્રભુજી ની બેઠક નજીક, જામનગર ખીજડીયા બાયપાસ, ઠેબા બાયપાસ, ધોર્લ હાઇવે, સમર્પણ સર્કલ, સિક્કા પાટીયા, જામજોધપુર, કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તાર, લાલપુર ગ્રામ્ય વિસ્તાર અને ગુલાબનગર વિસ્તારમાં અલગ-અલગ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ પર થી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે .પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનઅધિકૃત રીતે થતી દારૂ ની હેરાફેરી, અનઅધિકૃત રીતે થતી નાણાંની હેરફેર તેમજ અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
જ્યારે લાલપુર ચોકડી ચેકપોસ્ટ પર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને વાહનો ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે ચેકપોસ્ટ પર બોડીવોન કેમેરા સાથે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે અને જે ચેકપોસ્ટ પર થી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે તેમજ વાહન ચાલકો સાથે સરાહનીય વર્તન કરવા માટે પણ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રશાસનના તમામ ચેક પોસ્ટ પર તૈનાત પોલીસ કર્મીઓને સૂચના પણ આપવામાં આવેલ છે.VIDE