જામનગરના ખાવડી ગામે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધુમ્રપાન પ્રતિબંધ કાયદા હેઠળ વિવિધ કલમો અંતર્ગત 29 જેટલા કેસ કરવામાં આવ્યા હતાં અને રૂા.5250નો દંડ વસુલવામાં આવ્યો હતો.
તા. 01 ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જામનગરના ખાવડી ગામમાં આવેલ દુકાનોમાં ઈઘઝઙઅ-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કલમ 4 જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર 8 કેસ કરવામાં આવ્યા હતાં તેમજ કલમ 6 (અ) 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ 13 કેસ તથા કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ 8 કેસ કરેલ કુલ 29 કેસ કર્યા હતાં. જેમાં રૂપિયા 5250 દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં જામનગર તાલુકાના તાલુકા સુપર વાઈઝર આર. કે. વરુભાઈ, જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ ખાવડી પોલીસ સ્ટેશનમાંથી કુલદીપસિહ જાડેજા અને યુવરાજ સિંહ ઝાલા હાજર રહ્યા હતાં.