જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજરોજ ચોકલેટ-પીપરના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ ખાદ્યપ્રદાર્થના નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.
મ્યુ.કમિશ્નર વિજય ખરાડીની સુચનાથી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા રણજીત રોડ ઉપર આવેલી ચોકલેટ તથા પીપરમેન્ટની દુકાનો પર દરોડા પાડયા હતાં. અને ચોકલેટ તથા પીપરના નમુના લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગત સપ્તાહમાં પીઝા વેંચતા વિક્રેતાઓ તેમજ હોટલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું.