જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે. ત્યારે જામનગરમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ અને કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયું છે. જામનગર શહેરની ભાગોળે હાઇ-વે પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત દાખવવામાં આવી રહ્યો છે. મોડીરાત્રે સમર્પણ સર્કલ પાસે પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તકે સીટી ડિવાયએસપી વરુણ વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.