જામનગર શહેરમાં દરબારગઢ, પટેલ કોલોની, સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 34 ટીમો દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નવા વર્ષના પ્રારંભથી જ પીજીવીસીએલની ટીમ એકટિવ થઈ ગઇ હતી અને જામનગર અધિક્ષકના નેજા હેઠળ 34 ટીમો દ્વારા 16 એસઆરપી, 15 લોકલ પોલીસ, 8 એકસઆર્મીમેન,03 વીડિયોગ્રાફરો સાથે શહેરના બચુનગર, વાઘેરવાડો, અંબાજી ચોક, રંગુનવાલા હોસ્પિટલ, બેડી, થારી, માધાપર ભુંગા અને નવાગામ ઘેડ વિસ્તારોમાં ગેરરીતિ ઝડપી લેવા માટે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ કામગીરીથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તેમજ સોમવારે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 354 વીજજોડાણો તપાસ તે પૈકીના 56 વીજજોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા રૂા.24.32 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.