જામનગર શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર ફરતા તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ નવાગામ આરોગ્ય કેન્દ્ર જામનગરના લાઇઝન ઓફિસર એમ.એમ.બોચીયા દ્વારા કયૂઆરટીની ટીમ સાથે ચેકીંગ હાથ ધર્યું હતું. જામનગરના વિકાસગૃહ રોડ તથા હોસ્પિટલ રોડ ઉપર આવેલ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ તથા માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કયૂઆરટીની ટીમ દ્વારા 10 દુકાનોનો આશરે 8700 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.