કલ્યાણપુર તાલુકાના ચપર ગામે રહેતા નગાભાઈ જેસાભાઈ કંડોરીયા નામના 45 વર્ષના આહિર યુવાન ગત તારીખ 4 ડિસેમ્બર ના રોજ ટ્રેકટરની ટોલીમાંથી પટકાઈ પડતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. બાદમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ ગોવાભાઈ જેસાભાઈ કંડોરીયાએ સ્થાનિક પોલીસને કરી છે.