Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

ધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

હોળી-ધૂળેટીની રજાને કારણે ત્રણ પેપરની તારીખો બદલાઈ : બોર્ડની પરિક્ષા 13ના બદલે હવે 17 માર્ચે પૂર્ણ થશે

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થનારી પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે.

સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે યોજાવાની હતી તેની જગ્યાએ 15 માર્ચે યોજાશે. અને 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. આમ 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફરેફાર કરવામાં આવ્યો છે. વધુ માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી જોઈ શકાશે

- Advertisement -

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ-૨૦૨૫માં થયેલ ફેરફાર બાબતે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular