Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતચોમાસાની ભવિષ્યવાણી, ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવના

ચોમાસાની ભવિષ્યવાણી, ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવના

- Advertisement -

હવામાન વિભાગે ચોમાસાની સતાવાર આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે લા નીનાની અસરને કારણે દેશમાં ભરપુર વરસાદ થશે. જે સરેરાશ કરતાં વધુ હશે. જયારે ગુજરાતમાં ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આ વખતે રાજ્યમાં 75 ટકા સુધી વધુ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે.

- Advertisement -

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસાનો સમયગાળો લાંબો રહેવાનો છે, જેમાં લગભગ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. માત્ર પાંચ ટકા જ વરસાદમાં વધ-ઘટ થવાની આશા છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને એક જૂનની આસપાસ ભારતમાં આવે છે. ચાર મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે. હવામાન વિભાગે કહ્યું કે, અલ નીનોની સ્થિતિ ધીમે-ધીમે નબળી પડી રહી છે, જેના કારણે લા નીનાની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે. આ જ કારણે ચોમાસામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની ગતિ શરૂઆતમાં (જૂન-જુલાઈ)માં ધીમી રહેશે, પરંતુ બીજા તબક્કામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) તેની ભરપાઈ થશે. વર્ષ 1971થી 2020 સુધીના 50 વર્ષના ડેટા મુજબ આ વર્ષે 87 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. આગાહી મુજબ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સામાન્ય વરસાદ તેમજ ઓડિશા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાડ પડવાની આગાહી કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular