Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયજલસો જેલમાં પણ થઇ શકે, પાટનગરની જેલમાં પણ !

જલસો જેલમાં પણ થઇ શકે, પાટનગરની જેલમાં પણ !

એક ગેંગસ્ટરે જેલમાં બેઠાં, રૂા. 200 કરોડની ખંડણી વસૂલી

- Advertisement -

જેલનું નામ સાંભળતા જ માનસમાં યાતનાઓ-મુશ્કેલીઓ આવી જાય પરંતુ ભારતની ઘણી જેલ એવી છે જે ઐયાશીના અડા તરીકે , વગોવાઈ છે જ્યાં અંદર રહીને પણ બહાર કરોડોની વસૂલી કરી શકાય છે તેવી ચર્ચા જાગી છે.

દિલ્હીની તિહાડ જેલ અંગે જે હકીકત સામે આવી છે તે ચોંકાવનારી છે. મોટાભાગના ગેંગસ્ટર જેલમાં બંધ રહીને જ બહાર પોતાનું સામરાજ્ય બેરોકટોક ચલાવી શકે તેવી ગોઠવણ અહીં થઈ જાય છે. જેલમાં બંધ રીઢા ગુનેગારો કરોડો અરબોની ખંડણી વસૂલી અંદર દારૂની મહેફિલ માણતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. દિલ્હીની રોહીણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર એઅનાઈએડીએમકે પાર્ટીના ચૂંટણી ચિહન મામલે આરોપી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે તેને પકડ્યો હતો. તેણે રોહીણી જેલમાં બંધ રહીને રૂ.200 કરોડની ખંડણી વસૂલી હોવાનો ખુલાસો થયો છે અને ઈડીએ તેમના ચેન્નાઈ સ્થિત ઘર પર દરોડો પાડી અરબોની સંપતિ જપ્ત કરી હતી. તપાસમાં સામે આવ્યુ કે સુકરેશ જેલમાંથી ફોન કરીને કરોડોની ખંડણી વસૂલતો હતો. જેલની સુરક્ષા કેવી છે ? તેનો અંદાજ વાયરલ વીડિયોથી જોઈ સમજી શકાય કે કાળ કોટડીમાં કેદીઓ આરામથી દારૂની મહેફિલ માણી રહ્યા છે. ખાણી-પીણીની કોઈ તંગી નથી. સિગારેટના કશ લગાવાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાયેલા એક કેદીની ઓળખ ગેંગસ્ટર નવીન બાલી તરીકે થઈ છે. એવું ક્હેવાય છે કે આ વીડિયો દિલ્હીની મંડોલી જેલનો છે. જેલમાં કેદીઓ પાસે મોબાઈલ ફોન, દારૂની બોટલો, ખાણી-પીણીનો સામાન કેવી રીતે પહોંચે છે ? તે તપાસનો વિષય છે. જોકે, આ પ્રકારના મોટાંભાગના કિસ્સાઓમાં તપાસો થતી નથી અને તપાસો થાય છે ત્યારે આખા પ્રકરણનું ફિંડલું વાળી દેવામાં આવે છે.

એટલું જ નહીં જેલમાં બંધ ગેંગસ્ટરો અંદર રહીને જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ કરે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટયૂબ જેવા માધ્યમોમાં તેમની પોસ્ટ નિયમિત્ત અપડેટ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular