પરમ પૂજય જયોતિમાલાશ્રીજી મ.સા.ની નિશ્રામાં વૈશાખ વદ તેરસના શાંતિનાથ દાદાના જન્મ કલ્યાણક નિમિતે જામનગરમાં વિવિધ દેરાસરોમાં આંગી દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જામનગરના શેઠજી દેરાસર, સમેત શિખર જિનાલય જામનગર સહિતના સ્થળોએ શાંતિનાથ દાદા જન્મ કલ્યાણકની ઉજવણી કરાઇ હતી. આ તકે સોના-ચાંદીના વરખના આંગી દર્શનનું આયોજન થયું હતું. આ ઉપરાંત ઔષધિ અભિષેક, સ્નાત્રપુજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ સવારથી યોજાયા હતાં.