Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઆઈએનએસ વાલસુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

આઈએનએસ વાલસુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

- Advertisement -

બહુવિધ પર્યાવરણીય મુદ્દાઓના મહત્વને પ્રકાશિત કરવા અને સકારાત્મક યોગદાનને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે, સંયુક્ત રાષ્ટ્રની ઘોષણાત્મક થીમ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત આઈએનએસ વાલસુરા દ્વારા 05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલના યુગમાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પર જાગૃતિ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. સમગ્ર સ્થાપનામાં 10 સ્થાનિક જાતિના કુલ 450 રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રહેવાસીઓને વિવિધ જાતના વૃક્ષોના 300 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી રહેણાંકના વિસ્તારોમાં લીલોતરી વધે.

તમામ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને એકમ દ્વારા પેઇન્ટિંગ-કમ-સ્લોગન લેખન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં સહભાગીઓએ વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા તેમની રચનાત્મક કલાત્મક કુશળતા પ્રદર્શિત કરી હતી. યુવા માનસને શિક્ષિત કરવા માટે, યુનિટની કેન્દ્રીય વિદ્યાલય અને નેવલ ક્ધિડરગાર્ટન શાળાઓ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular