ટી-20 વિશ્વકપનાં મેચમાં પાકિસ્તાન સામે ભારતનાં કારમા પરાજય બાદ રવિવારની રાતે જ પંજાબની બે કોલેજોમાં હિંસાની ઘટનાઓ બની હતી. આ કોલેજોમાં કાશ્મીરી છાત્રોની કથિતરૂપે પીટાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટના સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. બીજીબાજુ પાક.ની જીત ઉપર જમ્મુ-કાશ્મીરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરનારા 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પંજાબનાં સંગરુર જિલ્લામાં ગુરદાસ ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને મોહાલીનાં ખરડમાં રયાત બહારા યુનિવર્સિટીમાં કાશ્મીરી છાત્રો સાથે મારપીટ થઈ હોવાનું સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીર છાત્ર સંગઠનનાં પ્રવક્તા નાસિર ખુહેમીએ કહ્યું હતું કે, કાશ્મીરી છાત્રો પોતાનાં ઓરડામાં ભારત-પાક.નો મેચ જોઈ રહ્યાં હતાં. જેમાં પાક.નો વિજય થતાં જ યુપી, બિહાર અને હરિયાણાનાં કેટલાંક વિદ્યાર્થીઓ ધસી આવ્યા હતાં અને રૂમમાં ઘૂસીને મારપીટ કરવાં લાગ્યા હતાં. કેટલાંક સ્થાનિક લોકો અને અન્ય પંજાબી છાત્રોએ તેમને બચાવ્યા હોવાનું કહેવાય છે.
દરમિયાન જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પાક.ની જીત ઉપર જશ્ન મનાવનારાઓનું સમર્થન કરીને આક્રોશિત લોકોને વિરાટ કોહલી પાસેથી શીખ લેવા સલાહ આપી છે. મુફ્તીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, પાક.ની જીત ઉપર જશ્ન મનાવનારા કાશ્મીરીઓ સામે આટલો ગુસ્સો શા માટે? કેટલાંક લોકોને ગોળી મારવાનાં નારા પણ લગાવી રહ્યાં છે. કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયો ત્યારે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી અને જશ્ન પણ હજી કોઈ ભૂલ્યું નથી. વાસ્તવમાં તો પાક.ને જીતનાં સૌથી પહેલા અભિનંદન પાઠવનારા કોહલી પાસેથી બધાએ શીખ લેવાની જરૂર છે. દરમિયાન પાક. સામેનાં પરાજય પછી સોશિયલ મીડિયા ઉપર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટ્રોલરનાં નિશાન ઉપર આવી ગયો છે. તેની સામે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે. તેને પાકિસ્તાની સુદ્ધાં ગણાવી નાખવામાં આવ્યો છે. જેને પગલે હવે એઆઈએમઆઈએમનાં નેતા અસદુદ્દીન ઓવૈસી ભડકી ગયા છે અને તેમણે ટીમમાં તો 11 ખેલાડી હોય છે પણ માત્ર એક મુસ્લિમને જ કેમ નિશાન બનાવાય છે?