Sunday, December 22, 2024
Homeરાજ્યદાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી

- Advertisement -

સૌરાષ્ટ્રભરમાં આજે વ્હેલી સવારે દાઉદી વ્હોરા સમાજે પવિત્ર રમઝાન માસના અંતે આવતી ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી પોતાના ઘરમાં કરી અલ્લાહનો આભાર માન્યો હતો અને કોરોનાની બિમારી દુનિયાભરમાંથી હટે એવી દુઆઓ ગુજારી હતી. દાઉદી વ્હોરા સમાજએ પવિત્ર રમઝાન માસના 30 રોઝા ગઇકાલે પૂર્ણ કર્યા હતાં. આ રમઝાન માસ દરમિયાન જામનગર સહિત સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોએ આખો રમઝાન માસ રોઝા પાળી સમયસર નમાઝ અદા કરી અને પવિત્ર કુરાન શરીફનું પઠન કર્યું હતું. દરમિયાન સમાજના શ્રીમંતોએ રોકડ રકમ અને અનાજનું દાન કરી અલ્લાહનો રાજીપો મેળવ્યો હતો.

- Advertisement -

30 રોઝા પૂર્ણ કરી આજે હજારો વ્હોરા બિરાદરોએ પોત પોતાના ગામમાં ઘરે જ ફજરની નમાઝ બાદ ઇદની બે રક્અત નમાઝ પઢી પાક પરવર દિગાર સમક્ષ પોતાના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂંસસાદીક આલિકદર મુફદ્લ સૈફુદ્ીન (ત.ઉ.શ.) ના સ્વાસ્થ્ય અને દીધાર્યુ માટે અને કોરોના વાયરસ દેશ અને દુનિયામાંથી વિદાય લે એવી દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં આજે ઇદ ઉજવાય જેમાં સરકારની ગાઇડલાઇનનું અક્ષરસ પાલન કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, ડો. સૈયદના સાહેબ તાજેતરમાં કોરોના મહામારીને લઇ દેશમાં એક કરોડ કરતાં વધુ રકમ આપી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular