મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપાનો વિજય થતા જામનગર શહેરમાં શહેર-જિલ્લા ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ભાજપાના કાર્યકરોએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.
મહારાષ્ટ્રની ચૂંટણીના શનિવારે પરિણામોે જાહેર થયા હતાં. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. જેની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે જામનગર શહેરમાં પણ ભાજપા દ્વારા મહારાષ્ટ્રમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી મોં મીઠા કરાવી આ વિજયને વધાવી ઉજવણી કરી હતી. આ ઉપરાંત ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આ તકે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલાઈ ગથરા, કોર્પોરેટરો પાર્થભાઈ જેઠવા, મનિષભાઈ કટારીયા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, આશાબેન રાઠોડ, અગ્રણી જીતુભાઈ લાલ, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ અશોકભાઈ નંદા, પૂર્વ ગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઈ કનખરા સહિતના અગ્રણીઓ – હોદ્ેદારો તથા કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.