જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પીડિયાટ્રીક્સ અને પ્રીવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલના બાળ વિભાગના સહયોગથી 3 ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી દિવસ તેમજ નેશનલ પીડોડોન્ટીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગવમેન્ટ ડેન્ટલ કોલેજના સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે ટુથબ્રશ બનાવવાની હરીફાઈ રાખવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને એવોર્ડ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં 50 જેટલા બાળકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. ડેન્ટલ કોલેજના ડોકટોરોએ આ સ્પેશ્યલ બાળકોના માતા-પિતાને મો તથા દાંતની સંભાળ કઈ રીતે રાખવી તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશ્યલ બાળકો માટે ડો. લીના જોબનપુત્રા, ડો.જીતેન્દ્ર કુલબુર્ગે તેમજ ડો. હીના રૈનાના માર્ગદર્શન હેઠળ આ હરીફાઈ યોજવામાં આવી હતી. આ દિવસને સફળ બનાવવામાં જી.જી. હોસ્પિટલના ડોક્ટર સોનલ શાહ તથા તેમની ટીમ તેમજ ડેન્ટલ કોલેજના ડો.વિપીન આહુજા,ડો.કેયુર જોશી,ડો.વર્ષા શુક્લ, ડો.મંદાકિની નલિયાપરા તેમજ ડો. ખુશ્બ જોશી એ જહેમત ઉઠાવી હતી.