Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતEDની ઓફીસમાં CBIના દરોડા, બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

EDની ઓફીસમાં CBIના દરોડા, બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં CBIના ACB વિભાગે દરોડા પાડતા ચકચાર મચી જવા પામી છે. આ દરોડામાં EDના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.  ED ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી ડાયરેકટર અને આસીટન્ટ ડાયરેકટર લાંચ લેતા ઝડપાયા છે.  બન્ને અધિકારીઓએ 75લાખથી વધુની લાંચ માંગી હતી.

- Advertisement -

અમદાવાદમાં EDની ઓફીસમાં  CBIના ACB વિભાગે દરોડા પાડતા ઇડીના બે અધિકારીઓ જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર પૂર્ણકામસિંહ અને આસી. ડાયરેક્ટર ભુવનેશ કુમારે ખોટા બિલ બનાવી ટેક્સ ચોરીના કેસમાં વેપારીઓ પાસેથી 75 લાખ માગ્યા હતા અને 5 લાખ રૂપિયા ટોકન રૂપે આંગળિયા મારફતે મંગાવ્યા હતા. આ બંનેને આજે રોજ સીબીઆઈની ટીમે ઝડપી લીધા છે. CBIને બાતમી મળી હતી કે EDના બે ટોચના અધિકારીઓ વેપારી પાસેથી લાંચ લઈ રહ્યા છે. ACB વિભાગ દ્રારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular