ધ્રોલ ગામમાંથી એલસીબીની ટીમે ગેરકાયદેસર ડીઝલ જેવા પ્રવાહીના જથ્થા સાથે રૂા.94,000 નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ,ધ્રોલ-જામનગર ધોરીમાર્ગ પર હોટલ પાસે જાહેરમાં ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી સ્ટાફે રેઈડ દરમિયાન કમલેશ ગોવિંદ મહેતા (રહે. જામનગર) નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રીક્ષા અને ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો મળી રૂા.94695 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી જ્વલનશીલ પદાર્થ ગેરકાયદેસર રીતે રાખી વેચાણ કરી અને ફાયર સેફટીના સાધનો નહીં રાખવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો.
ધ્રોલમાંથી ડીઝલ જેવા પ્રવાહી સાથે શખ્સ ઝડપાયો
એલસીબીની ટીમનો દરોડો : રીક્ષા સહિત રૂા.94,695 નો મુદ્દામાલ કબ્જે