Tuesday, February 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરના નવાગામ (ઘેડ)માં આધેડને ઢીંકે ચઢાવતું ઢોર - VIDEO

જામનગરના નવાગામ (ઘેડ)માં આધેડને ઢીંકે ચઢાવતું ઢોર – VIDEO

જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાંથી પસાર થતાં આધેડને રખડતાં ઢોરએ ઢીંકએ ચઢાવતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડાયા હતા.

- Advertisement -

મળતી વિગત મુજબ હાલમાં જ કાલાવડ પંથકમાં માસુમ બાળકીને ચાર-પાંચ કૂતરાઓએ ફાડી ખાઇ ગંભીર ઇજા પહોંચાડતા તેણીનું મોત નિપજયાની ઘટના હજી તાજી છે. ત્યાં જ જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાંથી પસાર થતાં સૈલેષભાઇ રાઠોડ નામના આધેડને રખડતાં ઢોરએ ઢીંકે ચઢાવતાં શરીરે ઇજા પહોંચી હતી. ત્યારબાદ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રખડતા ઢોર અને શ્વાન દ્વારા કરાતા હુમલાથી શહેરીજનો ત્રાહિમામ થઇ ગયા છે. શહેર અને જિલ્લામાં શેરીએ-શેરીએ અને દરેક રોડ પર રખડતાં ઢોર-શ્વાન નજરે ચઢે છે. સામાન્ય નાગરિકએ તો રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. આ રખડતાં ઢોર-શ્વાન ગમે ત્યારે, ગમે તેના ઉપર હુમલો કરે છે. આવા હુમલાઓમાં મોત નિપજવાની ઘટના પણ ઘણી વખતે બની ગઇ છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઇ જ લાંબા ગાળાનું આયોજન કરવામાં આવતું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular