Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં બિલાડીનું રેસ્ક્યુ

ખંભાળિયામાં બિલાડીનું રેસ્ક્યુ

- Advertisement -

ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર શનિવારે બપોરે એક બિલાડું ઓવર બ્રિજ પર ફસાયું હોવાથી પશુ સેવા સંસ્થા તથા પાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ખંભાળિયા – જામનગર હાઈ-વે પર આવેલા ઓવરબ્રીજ પર શનિવારે એક બિલાડી ફસાઈ હોવાની જાણ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા અહીંની પશુ સેવા સંસ્થા એનીમલ કેરિટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાની ફાયર ટીમના જવાનો આ સ્થળે દોડી ગયા હતા અને સીડી વિગેરેની મદદથી ફસાયેલી બિલાડીને રેસ્ક્યુ કરી અને નોંધપાત્ર જહેમત બાદ સલામત રીતે નીચે ઉતારવામાં આવી હતી. આ બનાવમાં ઈજા પામેલી આ બિલાડીને પશુ ડોક્ટર દ્વારા જરૂરી સારવાર અપાયા બાદ મુક્ત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular