દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા દુકાનદાર યુવાનને રાત્રિના સમયે એક શખ્સે દુકાને આવી બળજબરીપૂર્વક છરી બતાવી ધમકી આપી રૂા. 1000 ની લૂંટ ચલાવ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી જલાલીયા વાડી ખાતે રહેતા અને અહીંની શ્રીજી સોસાયટીના ગેટ નંબર 1 પાસે ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા જયેશભાઈ લખુભાઈ ચોપડા ગામના 42 વર્ષના દલવાડી વેપારી યુવાનની દુકાને ગત તારીખ 14 ઓગસ્ટના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે આવી, વિજય ચાવડા નામના શખ્સે રૂપિયા 1,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા બાદ ગઈકાલે ગુરુવારે પણ સાંજના વધુ એક વખત આવી, આરોપી વિજયે ફરિયાદી જયેશભાઈ ચોપડાની દુકાને આવી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.