સરકારી પોલીટેકનીક જામનગર દ્વારા ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને કારકીર્દી માટે સચોટ અને જરૂરી માર્ગદર્શન માટે કારકીર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ધોરણ 10 પછીના કારકીર્દી માર્ગદર્શન, ડિપ્લોમા એન્જીનિયરીંગની વિવિધ બ્રાંચ અંગેની માહિતી અને તેના ભવિષ્યની તકો બાબતે તેમજ વર્ષ 2023-24 ની એડમિશનની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટસની માહિતી ઉપરાંત સરકાર દ્વારા મળવાપાત્ર જરૂરી સ્કોલરશીપ અને તે અંગેની યોજનાઓની માહિતી માટે ખાસ એડમિશન કમિટી ફોર પ્રોફેશન ડિપ્લોમા કોર્સીસ (ACPDC) અમદાવાદ દ્વારા જામનગર ખાતે નિયુક્ત નોડલ સંસ્થા, સરકારી પોલીટેકનીક, જામનગરના અધિકારીઓ, એડમિશન સમિતિના તજજ્ઞો દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર તા.03 ના રોજ સવારે 11:00 થી 1:00 વાગ્યા સુધી ધનવંતરી ઓડિટોરીયમ, UC કેમ્પસ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, ડિકેવી સર્કલ, જામનગર ખાતે યોજાનાર છે. જે સેમિનારનો સર્વે વાલીઓ તથા વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા આચાર્ય, સરકારી પોલીટેકનીક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.