Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

જામનગરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

જામનગર જિલ્લા રોજગાર કચેરીના માર્ગદર્શન તળે અને જામનગર આઈ.ટી.આઈ. તેમજ માતા સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલ- જામનગરના આચાર્યા ડો.બીનાબેન દવેના સંયુકત ઉપક્રમે કારકિર્દી અને વ્યાવસાયિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ સેમિનારમાં જામનગર જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા ઉપસ્થિત સર્વેને જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓની માહિતી અને સંરક્ષણ દળમાં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશેની જાણકારી અપાઈ હતી.

તેમજ, તજજ્ઞ એમ.પી.જાદવ અને ડી.એમ. મકવાણા દ્વારા આઈ.ટી.આઈ. સંસ્થામાં એડમિશન વિશેની જાણકારી અને આઈ.ટી.આઈ. ખાતે અભ્યાસ કરાવવામાં આવતા વિવિધ કોર્સ વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના શિક્ષક ગણ અને 400 જેટલી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. તેમ મદદનીશ રોજગાર નિયામક સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular