આજના આધુનિક યુગમાં લોકોને એડ્રેસ પુછવાના બદલે ગુગલ મેપે સ્થાન લઇ લીધું છે. ત્યારે ગુગલ મેપને રસ્તો પૂછતા ગુગલે મોતનો રસ્તો બતાવ્યો. મેપના આધારે આગળ ચાલતા 50 ફુટ નીચે કાર પડી જતાં મોતનો રસ્તો મળ્યો.
બ્રિજ અકસ્માતનો ભોગ બનેલા કૌશલની પત્ની સોનીએ જણાવ્યું કે મારા પતિ અને વહુ લગ્નમાં હાજરી આપવા નોઇડાથી બરેલી જઇ રહ્યા હતાં. ગુગલમેપની મદદથી કાર આગળ વધી રહી હતી. ત્યારબાદ રામ ગંગા પુલ પરથી પડી જતાં તેનું મોત થયું હતું. બરેલી બદાઉન રોડ પર સ્થિત રામગંગા નદીના પુલ પર ગુગલ મેપની મદદથી કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અકસ્માતનો શિકાર બન્યા હતાં. તેમની કાર અધુરા પુલ પરથી પડી જતા ત્રણેયના મોત થયા હતાં. ગુગલ મેપની બેદરકારીએ સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે. સોનીના કહેવા પ્રમાણે જ્યારે કોઇ રસ્તો ન હતો તો પછી ગુગલ મેપે તેમને તે રસ્તો કેમ તવ્યો ? જો નકશામાં આગળનો પુલ તૂટયો છે કે નહીં તે બરાબર બતાવ્યું હોત તો આજે પતિ જીવિત હોત, બેદરકારી એ તેનો જીવ લીધો.