જામનગર શહેર અને જિલ્લામાં બેખોફ વેંચાણ થતા હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટનો જથ્થો કબ્જે કરી કડક કાર્યવાહી અંતર્ગત બુટાવદર ગામમાં પાનની દુકાનમાંથી શેઠવડાળા પોલીસે 39 બોટલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં પાનની દુકાનમાં હર્બલ ટોનિક (હર્બી)નું વેંચાણ કરતું હોવાની હેકો જે.ડી. ઝાલા, પો.કો. જીતેન્દ્ર માણાવદરીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ વાય.આર. જોશી, હેકો જે.ડી.ઝાલા, સહદેવસિંહ જાડેજા, પો.કો. જીતેન્દ્ર માણાવદરીયા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બસ સ્ટેન્ડ પાસે આવેલી કિસ્મત પાન અને કોલ્ડ્રીંકસ નામની દુકાનમાંથી તલાસી લેતા રૂા.5811 ની કિંમતની 39 નંગ હર્બલ ટોનિક (હર્બી) પ્રોડકટની બોટલો મળી આવતા કબ્જે કરી આ બોટલો પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.