જામનગર શહેરની કોલેજોમાં વિદ્યાર્થીઓને પડતી સમસ્યા સાંભળવા માટે એનએસયુઆઈ-જામનગર દ્વારા તા.2 થી 11 જાન્યુઆરી સુધી કેમ્પસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો હતો. એનએસયુઆઈના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા મહિલા કોલેજથી આ કેમ્પસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પસ યાત્રાના પ્રારંભમાં જામનગર યુવક કોંગે્રસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જામનગર ઉત્તર યુવક કોંગ્રેસ મંત્રી શકિતસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ. ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઈ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તથા જામનગર જિલ્લા પ્રમુખ સન્નીભાઈ આચાર્ય તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી.