Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 23 મોબાઇલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 23 મોબાઇલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ તાલુકાના લતીપુર ગામેથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રાજ્ય સરકારની દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજનાના સફળ મોડલના આધારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં હરતા-ફરતા પશુ દવાખાના માટે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગુજરાત રાજ્ય માટે 127 મોબાઈલ વેટેરીનરી યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે. તે પૈકી 23 મોબાઈલ વેટેરીનરી યુનિટનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લતીપુર ગૌશાળા ખાતેથી લીલી ઝંડી દર્શાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેટરનરી યુનિટ જામનગર સહિત આસપાસના જિલ્લાઓમાં સેવા આપશે. 1962- આ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાથી તાત્કાલિક પશુપાલકોને ઘર આંગણે જ પશુ ચિકિત્સા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર દ્વારા ગત વર્ષે તેમની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.3.70 લાખ પેવરબ્લોક અને રસ્તાના કામકાજ માટે મંજુર કરવામાં આવ્યા હતા. જે રસ્તો તૈયાર થઈ જતા કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી લતીપુર ગૌશાળામાં પાકો રસ્તો બનાવવા માટે રૂ.5 લાખની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમમાં પશુ ચિકિત્સકોની ટીમ અને ડ્રાઈવરને મોબાઈલ વેટેરીનરી યુનિટ માટેના વાહનની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારના દૂધસંઘોને માળખાકીય સુવિધા અપાવવા માટે વર્ષ 2023-24 માં જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કુલ રૂ. 29.87 કરોડના પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.16.89 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular