Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારભાણવડ પાસે તાલુકા કક્ષાના રમત ગમત સંકુલનું ભૂમિપૂજન કરતાં કેબિનેટ મંત્રી

ભાણવડ પાસે તાલુકા કક્ષાના રમત ગમત સંકુલનું ભૂમિપૂજન કરતાં કેબિનેટ મંત્રી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક તાલુકા કક્ષાનું રમત સંકુલનું ભૂમિ પૂજન આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે યુવાનોને તક મળે તે માટે મહત્વની એક ભેટ આપવામાં આવી છે. તાલુકા રમત સંકુલ અંદાજીત રૂ. 6.44 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રમત ગમતનું સંપૂર્ણ વાતાવરણ અને રમતવીરોને અવસર મળે તે માટેના માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાણવડ તાલુકા ખાતે તાલુકા કક્ષાના રમત ગમત સંકુલ ભૂમિ પૂજન કરી ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છુ. જેના કારણે ભાણવડ તાલુકા સહિત આજુબાજુ વિસ્તારના યુવાનો ખૂબ જ ઉપયોગી નીવડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે રૂચિમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ થકી કારકિર્દી ઘડતર માટે રમત સંકુલોનું નિર્માણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તાલુકા રમત ગમત સંકુલમાં અનેક રમતો સમાવેશ થશે. જેના થકી યુવાનો રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નિવડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

- Advertisement -

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બનાવવામાં આવનાર આ તાલુકા રમત સંકુલમાં ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેન્જ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ જેમાં જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેકવાંડો, અને જુડો જેવી રમતો માટે ઉપયોગી થશે. તેમજ વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રીકલ રૂમ બનાવવામાં આવશે. જ્યારે બાહ્ય રમતો માટે વોલીબોલ કોર્ટ, ખો – ખો કોર્ટ, અને કબડ્ડી કોર્ટ બનાવવામાં આવશે. આ ભૂમિપૂજન પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેશ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા, મામલતદાર એ.પી. ચાવડા, સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular