પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જામવંથલી ખાતે આવતીકાલ તા.24 ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહી સમૂહલગ્નમાં ભાગ લેનાર 100 યુગલોને સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ યુગલદીઠ રૂ.12,000 તેમજ 100 ક્ધયાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ રૂ.12,000ની સહાય તેમજ સમુહલગ્નનું આયોજન કરનાર સંસ્થાને પ્રોત્સાહન સહાયરૂપે રુ.75,000ની સહાય ચૂકવશે. આમ સમૂહલગ્નમાં કુલ રૂ.24,75,000ની સહાય ચૂકવવામાં આવશે.