જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ ગઇકાલથી રાત્રિકફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના 21 જેટલા જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિકફર્યુ અમલમાં છે. ત્યારે રાત્રિકફર્યુને ધ્યાને લઇ લાંબા રૂટની અનેક બસો બંધ કરવામાં આવી છે. બપોર બાદ ઉપડતી બસો મોડી રાત્રે સ્થળ ઉપર પહોંચતી હોય જેના કારણે આ બસો બંધ કરવામાં આવી છે. દ્વારકાથી બપોર બાદ ઉપડતી અનેક બસો પણ બંધ કરવામાં આવતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સવારે 11:00 વાગ્યે ઉપડતી દ્વારકા – કૃષ્ણ નગર
બપોરે 11:45 વાગ્યે ઉપડતી દ્વારકા – ભાવનગર
બપોર 4:30 વાગ્યે ઉપડતી દ્વારકા – બરોડા
સાંજે 6:00 વાગ્યે ઉપડતી દ્વારકા – અમદાવાદ
સાંજે 7:00 વાગ્યે ઉપડતી દ્વારકા – અંબાજી
સાંજે 8:00 વાગ્યે ઉપડતી દ્વારકા – ગાંધીનગર
રાત્રે 9:00 વાગ્યે ઉપડતી દ્વારકા – માંડવી
રાત્રે 1:30 વાગ્યે ઉપડતી દ્વારકા – ભાવનગર