ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી. સીમડી ગામ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખીણમાં ખાબકી હતી.
આ અકસ્માત પૌડી ગઢવાલ જિલ્લાના બિરખાલ વિસ્તારમાં રાત્રે લગભગ 8 વાગ્યે થયો હતો. રાત હોવાને લીધે રેસ્ક્યૂ-ઓપરેશનમાં વિલંબ થયો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પહોંચ્યા અને તેમણે રેસ્ક્યૂમાં મદદ કરી હતી. અંધારું હોવાને કારણે મૃતદેહ અને ઘાયલોને મોબાઈલની ફ્લેશની મદદથી શોધવામાં આવ્યા. રાજ્યના ઉૠઙ અશોક કુમારે જણાવ્યું હતું કે બસમાં લગભગ 50 લોકો સવાર હતા. પોલીસ અને એસઆરડીએફની ટીમે 21 લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આખી રાત બચાવ કામગીરી ચાલી હતી. વધારેપડતા અંધારાને કારણે ઘણી તકલીફ પડી. આખી રાત બચાવ કામગીરી ચાલી હતી. વધારેપડતા અંધારાને કારણે ઘણી તકલીફ પડી. રાત્રે લગભગ 1 વાગ્યે ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું, ’9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 6 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને ઈલાજ માટે કોટદ્વાર રિફર કરવામાં આવ્યો છે. બચાવી લેવામાં આવેલા 2 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. બુધવારે સવાર સુધી બાકીના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફોન કરી અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા આદેશ આપ્યો. સીએમ પોતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં રેસ્ક્યૂ-ઓપરેશનની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.