Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

ખંભાળિયા નજીક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

ખાનગી કંપની નજીક ભાડાના મકાનમાંથી સાત મોબાઇલની ચોરી : પોલીસ દ્વારા તપાસ

ખંભાળિયા – જામનગર હાઈવે પર વાડીનાર નજીક આવેલા ભરાણા ગામ પાસે એક ખાનગી કંપની નજીક ભાડાના મકાનમાં રહેતા મૂળ પંજાબ રાજ્યના તરનતારન જિલ્લાના મૂળ રહીશ એવા કુલદીપસિંહ ગુરમીતસિંહ શીખ નામના 25 વર્ષના યુવાન સાથે રહેતા અન્ય યુવાનોએ પોતાની રૂમમાં મોબાઈલ રાખી અને આ મકાનને તાળું મારીને ગયા બાદ આ સ્થળે કોઈ તસ્કરોએ ત્રાટકી, આ રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા રૂા. 26,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

જે અંગે વાડીનાર મરીન પોલીસે કુલદીપસિંહ શીખની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈપીસી કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular