મીઠાપુરથી આશરે 11 કિલોમીટર દૂર ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોદળભા ગગાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાનના ઘરમાં ગત તા. 27 જુનના રાત્રિના સમયમાં પ્રવેશ કરી, આ રહેણાંક મકાનના રૂમમાં રહેલા કબાટની થેલીમાં રાખવામાં આવેલા રૂપિયા 36 હજાર રોકડા તથા રૂપિયા બે હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 38 હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ ગઈકાલે મીઠાપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોક્ત મુદ્દામાલ મેવાસા ગામનો ખેરાજભા મિયાભા માણેક નામનો 36 વર્ષીય શખ્સ ચોરી કરીને લઇ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસ આઈ.પી.સી. કલમ 380 તથા 447 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.